Brochure du Bon d'études canadien

Titre officiel : Bon d'études canadien - Obtenez 500 $ pour l'avenir de votre enfant

હમણાં અને આવત
ી કાલે આપણી સમગ્ર પ્રક્રિયાઓમાં શ્રેષ્ઠતા
કેનેડા લર્નિંગ બોન્ડ
તમારા બાળકના ભવિષ્ય માટે 500 ડોલર મેળવો

કેનેડા લર્નિંગ બોન્ડ

માતા કે પિતા રૂપે, તમારા બાળકને સફળતા પ્રાપ્તિમાં મદદ આપવા તમે સર્વોત્તમ પ્રયાસ કરો છો. તમારા બાળકના હાઈ સ્કૂલ આગળના શિક્ષણ વિષે તમે કદાચ વિચાર કરવાનું શરૂ કરી દીધું છે. કેનેડાની સરકાર તમને રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન [Registered Education Savings Plan (RESP) / Régime enregistré d'épargne-études (REEE)] માં ધનસંચય કરવા મદદ આપી શકે છે.

કેનેડા લર્નિંગ બોન્ડ એટલે શું?

કેનેડા લર્નિંગ બોન્ડ [Canada Learning Bond (CLB) / Bon d'études canadien (BEC)], તમારા બાળકના હાઈ સ્કૂલ પછીના શિક્ષણ માટે તમે અત્યારથી જ ધનસંચય કરો એ માટે કેનેડા સરકાર તમને 500 ડોલરની પ્રારંભિક સહાય કરેે છે. વધુમાં, તમારૂં બાળક 15 વરસનું થાય ત્યારસુધી તે દર વરસે 100 ડૉલર અને વધુમાં વધુ 2,000 ડોલર સુધી મેળવી શકે છે,!

આ પૈસા નીચે જણાવેલ ફુલ-ટાઇમ કે પાર્ટ-ટાઇમ અભ્યાસ માટે વપરાઇ શકાય છે : 

  • એપ્રિન્ટિસશિપ કાર્યક્રમો;
  • સીજેપ [CEGEPs/cégeps];
  • કોલેજો;
  • વ્યાપારિક સ્કૂલ; અથવા
  • વિશ્વવિદ્યાલયો.

મારો બાળક કેનેડા લર્નિંગ બોન્ડ માટે યોગ્ય છે ખરો?

તમારૂં બાળક કેનેડા લર્નિંગ બોન્ડ મેળવવા માટે યોગ્ય છે,  જો : 

  • એનો જન્મ ડિસેમ્બર 31, 2003 પછી થયો હોય; અને
  • તમે કેનેડા ચાઇલ્ડ ટેક્સ બેનિફિટ [Canada Child Tax Benefit / Prestation fiscale canadienne pour enfants]હેઠળ નેશનલ ચાઇલ્ડ બેનિફિટ સપ્લીમેન્ટ જે ફેમિલી વળતર [family allowance / allocation familiale] (રીતે પણ ઓળખાય છે [National Child Benefit Supplement / Supplément de la Prestation nationale pour enfants] મેળવતા હો).

શું કેનેડા સરકાર તરફથી મને મળતા અન્ય લાભો ઉપર કેનેડા લર્નિંગ બોન્ડના પૈસાની અસર થશે?

કેનેડા સરકારના અન્ય લાભો ઉપર કેનેડા લર્નિંગ બોન્ડ અને કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટની અસર થશે નહીં.

રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE), એટલે શું?

રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE), શિક્ષણ માટે બચતનું એક ખાતું છે જે કેનેડા સરકાર સાથે રજિસ્ટર્ડ હોય છે. જે તમને, તમારા પરિવારને અથવા મિત્રોને તમારા બાળકના હાઇ સ્કૂલ પછીના શિક્ષણ માટે ધનસંચય કરવા મદદ આપે છે.

કેનેડા લર્નિંગ બોન્ડ ફકત રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE), ના ખાતામાં જ જમા થઇ શકે છે, અને એ મેળવવા તમને તમારા પોતાના પૈસા ત્યાં મુકવાની ગરજ નથી.

તમે રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાનનું ખાતું કોઇપણ નાણાકીય સંસ્થામાં, જેમકે બેંક અથવા ક્રેડિટ યૂનિયન, અથવા સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર અથવા ગ્રૂપ પ્લાન ડીલર મારફત શરૂ કરી શકો છો. આ સંસ્થાઓ, પ્લાનર્સ અથવા ડીલર્સ "રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન પ્રોવાઇડર્સ [RESP provider / fournisseur de REEE]" રીતે ઓળખાય છે.

મારા બાળકના શિક્ષણ માટે મને બચત કરવાની શા માટે ગરજ છે?

બચત કરવાથી ફાયદો થાય છે! રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન સાથે, તમે તમારા બાળકના સ્વપ્નોને વાસ્તવિકતામાં બદલી શકો છો. રોજનો ફકત એક ડોલર બચાવવાથી પણ ફરક પડી શકે છે.

રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) ના ફાળાની સાથોસાથ તમને આ પણ મળી શકે છે:

  • કેનેડા લર્નિંગ બોન્ડ; અને/અથવા
  • કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટ

કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટ એટલે શું?

કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટ [Canada Education Savings Grant / Subvention canadienne pour l'épargne-études] એવી રકમ છે જે કેનેડાની સરકાર તમારા બાળકના રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) માં જમા કરે છે. તમારા બાળકના રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાનમાં તમારા ફાળા અને તમારા પરિવારની ચોખ્ખી આવકના આધારે આ રકમ દર વરસે 600 ડોલર સુધી થઇ શકે છે.

હું કેવી રીતે રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) ખોલી શકું અને કેનેડા સરકારની ગ્રાન્ટ મેળવી શકું?

પગલું 1 – તમારા બાળક માટે સોશિયલ ઇન્શ્યોરન્સ નમ્બર [Social Insurance Number (SIN) / Numéro d'assurance sociale (NAS)] મેળવો. એ મફત છે. વધુ માહિતી માટે 1 800 O Canada (1-800-622-6232) પર ફોન કરો અથવા નજીકના સર્વિસ કેનેડા સેન્ટર [Service Canada Centre / Centre service Canada] ની મુલાકાત કરો.

પગલું 2 – તમારી પસંદના એવા રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન પ્રોવાઇડર સાથે સમ્પર્ક સાધો જે રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન શરૂ કરવા કેનેડા લર્નિંગ બોન્ડ રજૂ કરે છે.

એવા રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) પ્રોવાઇડર પસંદ કરો જે તમારી આવશ્યકતાઓને પૂરી પાડવા સર્વોત્તમ છે એને પૂછો:

  • જો તેઓ કેનેડા લર્નિંગ બોન્ડ અને કેનેડા એડ્યુકેશન સેવિંગ્સ ગ્રાન્ટ આપતા હોય;
  • તેઓ કઈ જાતના રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) પ્રદાન કરે છે (પારિવારિક, વ્યક્તિગત અથવા સામૂહિક) અને દરેકના લાભ અને જોખમ;
  • તેઓ કયા જાતના રોકાણની રીતો પ્રદાન કરે છે અને દરેકના લાભ અને જોખમ; અને
  • તેઓની કારભાર સંચાલનની ફીસ અને દંડ.

તમારા રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન પ્રોવાઇડર [RESP provider / fournisseur de REEE] ને પૂછવા યોગ્ય પ્રશ્નોની યાદી મેળવવા માટે (અંગ્રેજી) Student Financial Assistance અથવા (ફ્રેન્ચ) Aide financière aux étudiants ની મુલાકાત લો.

પગલું 3 – તમારા રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન (RESP/REEE) પ્રોવાઇડરની મદદથી રજિસ્ટર્ડ એડ્યુકેશન સેવિંગ્સ પ્લાન શરૂ કરો અને કેનેડા લર્નિંગ બોન્ડની અરજી પૂરી કરો.

વધુ માહિતી માટે મને ક્યાંથી મદદ મળી શકે છે?

(ફકત અંગ્રેજી અને ફ્રેન્ચ)

1 800 O Canada (1 800 622 6232)

ટી.ટી.વાય. : 1-800-926-9105

Student Financial Assistance (અંગ્રેજી) અથવા Aide financière aux étudiants (ફ્રેન્ચ) 

તમારા નજીકનો સર્વિસ કેનેડા સેન્ટર [Service Canada Centre / Centre Service Canada]

સેવાઓ અંગ્રેજી અને ફ્રેન્ચમાં ઉપલબ્ધ છે

તમે નીચે પ્રમાણે સમ્પર્ક સાધીને આ પ્રકાશન મેળવી શકો છો:

પબ્લિશિંગ સર્વિસેઝ
હ્યૂમન રિસોર્સેઝ ઍન્ડ સ્કિલ્સ ડેવલપમેન્ટ કેનેડા
 
Publishing Services / Services des publications
Human Resources and Skills Development Canada / Ressources humaines et Développement des compétences Canada 
140 Promenade du Portage
Portage IV, 12th Floor
Gatineau, Quebec
K1A 0J9

ફેક્સ: 819-953-7260

ઓન-લાઇન: http://www12.esdc.gc.ca/sgpe-pmps/h.4m.2@-eng.jsp (અંગ્રેજી) અથવા http://www12.edsc.gc.ca/sgpe-pmps/h.4m.2@-fra.jsp (ફ્રેન્ચ)

1 800 O Canada (1-800-622-6232) પર સમ્પર્ક સાધીને માગણી પ્રમાણે આ દસ્તાવેજ અન્ય ફોર્મેટ્સ (મોટા અક્ષરોમાં, બ્રેઇલ, ઓડિઓ કેસેટ, ઓડિઓ સીડી, અથવા ઈ-ટેક્સ્ટ ડીસ્કેટી, ઈ-ટેક્સ્ટ સીડી અથવા DAISY) માં ઉપલબ્ધ છે. જો તમે ટેલીટાઇપરાઇટર (TTY/ATS), વાપરતા હો તો 1-800-926-9105 પર ફોન કરો. 

© હર મેજેસ્ટી ધ ક્વીન ઇન રાઇટ ઑફ કેનેડા, 2011

છાપ સ્વરૂપ (અંગ્રેજી અને ફ્રેન્ચ)
Cat. No./ Nº de cat. : HS28-19/2011
ISBN : 978-1-100-52668-3
Canada Post : 803803 (11-01)

પી.ડી.એફ. (અંગ્રેજી)
Cat. No. : HS28-19/2011E-PDF
ISBN : 978-1-100-17545-4

પી.ડી.એફ. (ફ્રેન્ચ)
Nº de cat. : HS28-19/2011F-PDF
ISBN : 978-1-100-96308-2

Date de modification :